-
Today 21-03-2026 01:51:pm

કચ્છની ઐતિહાસિક ધરતી પર બુચ ખાતે હવે એક ઇન્ટરનેશનલ સાહસ આકાર લઈ રહ્યું છે જે અંગેના કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.ભુજ હવે આંતરરાષ્ટ્રીય હૉસ્પિટાલિટીના નવા અધ્યાય તરફ એક ડગલું આગળ વધી રહ્યું છે. હયાત હોટલ કોર્પોરેશન દ્વારા પૂછ ખાતે હયાત પ્લેસ ભુજ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.આ હાયાત બ્રાન્ડનું ભુજ શહેરમાં પહેલું હોટેલ રહેશે. પ્રીમીટિવ પ્રોપર્ટી એલએલપી દ્ દ્વારા વિકસાવવામાં આવતું આ પ્રોજેક્ટ અંદાજે 7,500 ચોરસ મીટર વિસ્તારમાં બનેલું હશે અને 2029માં સંપૂર્ણપણે બનીને તૈયાર થશે હોટેલમાં 125 આકર્ષક રૂમ્સ, ઓલ-ડે રેસ્ટોરન્ટ, લોબી લાઉન્જ, કોન્ફરન્સ હોલ્સ, મીટિંગ રૂમ્સ, તેમજ આઉટડોર ડાઇનિંગ અને ઇવેન્ટ સ્પેસ જેવી સુવિધાઓ હશે. હયાત ગ્રુપના ધ્રુવા રાઠોડ, વાઈસ પ્રેસિડન્ટ (ડેવલપમેન્ટ, ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયા) એ જણાવ્યું કે “ભુજ કચ્છનું ગેટવે છે, જ્યાં સાંસ્કૃતિક વારસો અને ઉદ્યોગિક વિકાસ સાથે સાથે આગળ વધી રહ્યા છે. તમારું સાહસ ભુજને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે.” પ્રોજેક્ટના ભાગીદારો અંકિત અનુપગીરી ગોસ્વામી અને કૃતિ અંકિત ગોસ્વામી અનુસાર “અમારું વિઝન એક આધુનિક અને વૈશ્વિક હોટેલ ઉભું કરવાનો છે, જે વ્યવસાયિક અને પ્રવાસી બંને પ્રકારના મહેમાનોને શ્રેષ્ઠ અનુભવ આપે.” અહીંયા મહેમાનોને મળશે આધુનિક ડિઝાઇન, આરામદાયક વાતાવરણ, મફત Wi-Fi અને 24 કલાક ફૂડ સર્વિસ જેવી સુવિધાઓ — જે કામ અને આરામ વચ્ચેનું સંપૂર્ણ સંતુલન જાળવી રાખવામાં ખૂબ જ મદદરૂપ બનશે.