-
Today 21-03-2026 01:52:pm


૨૦૨૬ના ૭ જાન્યુઆરીએ ભુજ વિસ્તારમાં મોટો ભૂકંપ આવશે તેવી કોઈ સત્તાવાર માહિતી નથી. જોકે “એપિક” નામના એક વિશ્લેષણ ખાતાએ સોશિયલ મીડિયામાં જણાવ્યા મુજબ, કચ્છ/ગુજરાત વિસ્તારમાં ૭ જાન્યુઆરી, ૨૦૨૬ આસપાસ ૬ મૅગ્નિટ્યુડના આંચકા આવી શકે એવી શક્યતાઓ છે. આ માત્ર વિશ્લેષણ આધારીત અનુમાન છે, ખાતરી નથી. ભૂકંપની સચોટ આગાહી વિશ્વસનીય રીતે સંભવ નથી. ઉલ્લેખનીય છે કે કચ્છ વિસ્તાર ભૂકંપ ઝોન ૬માં આવે છે અને અહીં મોટા ભૂકંપ કોઈપણ સમયે આવી શકે તેવી સક્રિય ફૉલ્ટ લાઇનો છે. તેથી લોકો અને તંત્રએ હંમેશા સતર્ક રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે “એપિક” દ્વારા તાજેતરમાં આગાહી કરવામાં આવી હતી કે ૪ અથવા ૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ તિબેટ વિસ્તારમાં ૬.૫ મૅગ્નિટ્યુડનો ભૂકંપ આવી શકે, પરંતુ સદભાગ્યે ત્યાં કોઈ હાનિકારક ઘટના ઘટી નહોતી. “એપિક” એ પોતાના પોસ્ટ્સમાં સ્પષ્ટ જણાવે છે કે આ લખાણો early stage research analysis પર આધારિત છે. તેમના લેખોનો હેતુ માત્ર આ research નો record રાખવાનો અને time stamp ને દસ્તાવેજીકરણ કરવાનો છે, જેને કોઈ ખાતરી કે આગાહી તરીકે ન લેવી.હાનિકારક ઘટના ઘટી નહોતી.