-
Today 21-03-2026 01:51:pm


કચ્છ ના આદિપુર મુકામે એક વિશાળ સામાજિક આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના માર્ગદર્શન હેઠળ અને સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા, સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો, સાથે જ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પહોંચાડવાની ભાવના પણ કેન્દ્રમાં રહી. આદિપુર ખાતે તાજેતરમાં એક એવો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો, જેણે સમાજસેવા, સંસ્કાર અને સામૂહિક એકતાની પરંપરાને ઉજાગર કરી. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 111 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ 171 યુવકોના યજ્ઞોપવીત (જનોઈ) સંસ્કાર વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યા.
આ પ્રસંગે બાબુભાઈ હુંબલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત સમારોહ દ્વારા તેવા પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમના માટે લગ્ન કે સંસ્કારનો ખર્ચ ભારરૂપ બનતો હોય છે. કોઈ પણ દીકરી કે પરિવાર પર આર્થિક બોજ ન પડે અને સમાજના યુવાનો સંસ્કારસભર જીવન તરફ આગળ વધે, એ જ આ આયોજનની મૂળ ભાવના છે.આ ઉપરાંત લગ્નમાં ભાગ લેનારી દરેક દીકરીને કરિયાવર તરીકે આશરે બે લાખ રૂપિયાની ઉપયોગી સામગ્રી આપવામાં આવી છે, જેથી તેઓ આત્મવિશ્વાસપૂર્વક નવા જીવનની શરૂઆત કરી શકે.